ગૃહમંત્રી અમિત શાહે લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલીને સંબોધિત કરી હતી.
કાયદો પાછો ખેંચવામાં આવશે નહીં કારણ કે આ કાયદો નાગરિકતા લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે
તેમણે કહ્યું કે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિને કારણે નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે મમતા બેનર્જી અને માયાવતી પર પણ કટાક્ષ કર્યા હતા.
પીએમ મોદીની ગમે તેટલી ટીકા કરો. પરંતુ જે લોકો દેશ વિરુદ્ધ જશે તેમને બક્ષવામાં આવશે નહીં
અમિત શાહે કહ્યું કે, જો JNUમાં રાષ્ટ્રવિરોધી નારા લગાવવામાં આવે છે તો અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી દેશ વિરોધીઓને સમર્થન આપે છે.
અમિત શાહે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ પ્રચાર કરીને CAA પર વધુ ભ્રમણા ફેલાવી રહી છે. તેથી જ ભાજપ જન જાગરણ અભિયાન ચલાવી રહી છે.
અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી CAA લાવ્યા છે. કોંગ્રેસ, મમતા બેનર્જી, અખિલેશ, માયાવતી, કેજરીવાલ બધા આ બિલ સામે ભ્રમ ફેલાવી રહ્યા છે.
Dhirubhai Ambani House : અંબાણી પરિવારનું પૈતૃક ઘર કોઈ મહેલથી ઓછું નથી, જુઓ અંદરની તસવીરો