Snakes fly : સાપ પાંખો વિના કેવી રીતે ઉડે છે?

વિશ્વમાં સાપની લગભગ 3500 પ્રજાતિઓ જોવા મળે છે.

3500 પ્રજાતિઓમાંથી માત્ર થોડા જ સાપ હવામાં ઉડવાની કુશળતા ધરાવે છે.

ઘણી વખત તમે ઉડતા સાપના વીડિયો જોયા હશે.

વૈજ્ઞાનિકોએ પેરેડાઈઝ ટ્રી સ્નેક અથવા ક્રાઈસોપેલિયા પેરાડીસી પ્રજાતિના સાપ પર સંશોધન કર્યું હતું.

આ 3 ફૂટ લાંબા સાપનો રંગ કાળો છે અને શરીર પર લીલા પટ્ટીઓ છે.

આ સાપ ઝાડની એક ડાળી પરથી બીજી ડાળી પર ઉડે છે, તેમને ગ્લાઈડિંગ સાપ પણ કહેવામાં આવે છે.

આ સાપ ખાસ રીતે હવામાં ફરે છે અને S આકાર બનાવે છે.

સાપની આ ક્રિયાને અનડ્યુલેશન કહેવામાં આવે છે. શરીરનો પાછળનો ભાગ તેમને આગળ વધવામાં મદદ કરે છે.

આ સંશોધન નેચર ફિઝિક્સ જર્નલમાં Undulation Enables Gliding In Flying Snakes શીર્ષક હેઠળ પ્રકાશિત થયું હતું.

સાપની આ વિચિત્ર પ્રજાતિ માત્ર દક્ષિણ-પૂર્વ એશિયા, શ્રીલંકા, દક્ષિણ ચીન અને ફિલિપાઈન્સમાં જોવા મળે છે.

Mughal Badshah : મુઘલ સમ્રાટ જે શાકાહારી બન્યા હતા, આ ભારતીય વાનગીઓ તેમની પ્રિય હતી

Next Story